‘સેવા ને રંગ, રાષ્ટ્ર ને સંગ’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના આશરે ૧૫ હજાર વિદ્યાર્થીઓને મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીની સુપ્રસિદ્ધ ઘડિયાળથી સન્માનિત કરાશે
મોરબી: ‘સેવા ને રંગ, રાષ્ટ્ર ને સંગ’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ જિલ્લા તથા મહાનગરપાલિકાઓમાં વિદ્યાર્થીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધોરણ ૮થી ૧૨ના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને દરેક જિલ્લા તથા મહાનગરપાલિકા દીઠ ૩૦૦ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.
મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા વિદ્યાર્થીઓને મોરબીની સુપ્રસિદ્ધ ઘડિયાળ સ્મૃતિચિહ્ન સ્વરૂપે ભેટ આપવામાં આવશે. આ માટે આશરે ૧૫ હજાર ઘડિયાળ તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કલાપ્રતિભાને પ્રોત્સાહન આપતા આ આયોજનમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગની ઓળખ પણ રાજ્યભરના વિદ્યાર્થીઓ સુધી પહોંચશે.


