મોરબી: મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત “મુસ્કાન નવરાત્રી મહોત્સવ”નું ભવ્ય આયોજન ઉત્સાહ, ઉર્જા અને આનંદ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયું. વિવિધ કેટેગરીમાં મોટી સંખ્યામાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સમગ્ર કાર્યક્રમ ગરબાની તાલે ઝૂમી ઉઠ્યો હતો.
કાર્યક્રમમાં આકર્ષક ઇનામો, નાસ્તા અને સરપ્રાઇઝ ગિફ્ટ્સની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વિજેતાઓને આકર્ષક ઇનામો એનાયત કરવામાં આવ્યા, જ્યારે અન્ય તમામ સહભાગીઓને પણ મુસ્કાન તરફથી “Sure Gift” તરીકે પ્રેમ અને સન્માનની ભેટ આપવામાં આવી.
કાર્યક્રમમાં નિર્ણાયકો તરીકે ઉપસ્થિત તમામ માનનીય Judgesનો પણ મુસ્કાન વેલ્ફેર સોસાયટી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમણે સમય ફાળવીને સહભાગીઓનું સુંદર અને નિષ્પક્ષ મૂલ્યાંકન કર્યું તથા સમગ્ર આયોજનની ગરિમા વધારી.
“મુસ્કાનમાંથી કોઈ મુસ્કાન વગર પાછું નથી ફરતું!” — આ વાતને સાર્થક કરતાં દરેક સહભાગીના ચહેરા પર ખુશી અને મુસ્કાન જોવા મળી. કાર્યક્રમની સુંદર વ્યવસ્થા અને આયોજનની તમામ સહભાગીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી.
આ સફળ આયોજન માટે તમામ પ્રાઇઝ સ્પોન્સર્સ, અન્ય સ્પોન્સર્સ, નાસ્તાના સ્પોન્સર્સ, Judges તથા તમામ સહયોગીઓનો મુસ્કાન વેલ્ફેર સોસાયટી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. મુસ્કાનના સભ્યોએ ફરી સાબિત કર્યું કે “Teamwork always wins hearts… with Muskaan on every face!”
મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીની NGO છે, જે જાહેર કલ્યાણ અને વિવિધ સામાજિક હેતુઓ માટે સતત કાર્યરત છે. સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓમાં આર્થિક સહયોગ આપવા ઇચ્છુક લોકો +91 90169 76954 પર સંપર્ક કરી શકે છે.
આવો, સાથે મળીને કોઈના જીવનમાં મદદ, આશા અને એક નવી “મુસ્કાન” લાવીએ.


