સરહદી રેન્જ ભુજ IG દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન મોરબી LCB/પેરોલ-ફર્લો સ્કવોડે પ્રોહિબિશનના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા.
મોરબી નટરાજ ફાટક પાસેથી મનસુખભાઈ હનાભાઈ ચાવડા (ઉ.વ. 26) ઝડપાયો હતો, જ્યારે મહેન્દ્રસિંહ જીતુભાઈ ગોહિલ (ઉ.વ. 30)ને મોરબી-ભીમસર ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. બંને આરોપીઓને માળીયા મીયાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.


