મોરબીની મેડિકલ કોલેજમાં વન વિભાગ દ્વારા ‘વન્યપ્રાણી સપ્તાહ’ની ભવ્ય ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

નાયબ વન સંરક્ષક ડો. સુનીલ કુમાર બેરવાલે વન્યપ્રાણીઓનું મહત્ત્વ, જીવનચક્ર અને સંરક્ષણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું

સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. ૨ ઓક્ટોબરથી તા. ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યપ્રાણી સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી સ્થિત સરકારી મેડિકલ કોલેજ ખાતે વન વિભાગ દ્વારા ‘વન્યપ્રાણી સપ્તાહ’ની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સુનીલ કુમાર બેરવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને વન્યપ્રાણીઓનું પર્યાવરણમાં રહેલું મહત્ત્વ, તેમનું જીવનચક્ર તેમજ વન્યજીવ સંરક્ષણ અંગે વિસ્તૃત અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વન્યજીવો અને માનવજીવન વચ્ચેના પરસ્પર સંબંધ તથા રાજકોટ વન્યજીવોના સંરક્ષણ માટે સમાજની સહભાગિતાના મહત્ત્વ અંગે પણ સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે વન્યપ્રાણીઓના રેસ્ક્યુ અને બચાવ કામગીરીમાં વન વિભાગને સતત નિઃસ્વાર્થ સહયોગ આપવા બદલ ‘કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ, મોરબી’ તથા યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ’નું સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વન્યજીવો પ્રત્યે દયા, સંવેદના અને સંરક્ષણની ભાવના કેળવવા તેમજ વન્યજીવ સંરક્ષણમાં સહભાગી બનવાનો સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે મોરબી મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીનશ્રી ડૉ. સંજય, મદદનીશ વન સંરક્ષકશ્રી પ્રતિક નારોડિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી તૃપ્તિ જોશી તથા વક્તાશ્રી ભૂપતભાઈ છાયા સહિત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW