મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીની જમીન રેવન્યુ શાખાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ શાખા દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી કામગીરી અંગેની વિગતો મેળવી હતી.
આ ઉપરાંત, શાખાની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.


