મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં 200 વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું RBSK દ્વારા HBA ચેક કરાયું.

મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીઓની સુખાકારી માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, અવારનવાર નિદાન કેમ્પ કરવા, દ્રષ્ટિની ચકાસણી કરી નંબર ચેક કરવા,બ્લડ ગૃપિંગ કરવું વગેરે વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી અને જાળવણી માટેના કાર્યક્રમોની જેમ રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાની ડોકટર ટીમ દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની ધો.6 થી 8 ની 200 જેટલી બાળાઓના વજન ઉંચાઈ ચેક કરી હિમોગ્લોબિન ચેક કરી જરૂરીયાતવાળી દિકરીઓને જરૂરી ટેબ્લેટ આપી હતી અને બાલવાટીકાથી ધો.5 ની બાળાઓના વજન ઉંચાઈ ચેક કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન ચાંદનીબેન સાંણજા,જયેશભાઈ અગ્રાવત,દિનેશભાઈ સાવરિયા, ઉપેન્દ્રભાઈ ફુલતરિયાએ સંભાળ્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW