ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરનાર અને અનેક ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલનાર જાંબાજ પોલીસ અધિકારીનો આજે જન્મદિવસ
રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રામાણિક, નિષ્ઠાવાન અને બાહોશ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અક્ષય એસ. અગ્રાવતનો આજે જન્મદિવસ છે. પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા, ઉત્કૃષ્ટ કામગીરી અને ગુનેગારો સામે કડક વલણને કારણે PSI અક્ષય અગ્રાવતે પોલીસ વિભાગમાં આગવી ઓળખ ઊભી કરી છે.
પોલીસ અધિકારી તરીકે પોતાની જવાબદારી નિભાવતાં PSI અક્ષય એસ. અગ્રાવતે અનેક ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની નીડરતા, કાર્યદક્ષતા અને જોશીલી કામગીરીને લઈને તેઓ ચર્ચામાં રહ્યા છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે પોલીસ પરિવાર, સગાં-સ્નેહીઓ, મિત્રમંડળ તેમજ શુભેચ્છકો દ્વારા તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેમને શુભેચ્છાઓ પાઠવવા આવી રહી છે
મોરબી ગૌરવ સમાચાર પરિવાર તરફથી જાંબાજ, નીડર અને બાહોશ પોલીસ અધિકારી PSI અક્ષય એસ. અગ્રાવતને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તેઓ જીવનમાં સતત પ્રગતિ કરે અને જનસેવા સાથે પોલીસ વિભાગનું ગૌરવ વધારતા રહે તેવી શુભેચ્છાઓ.


