મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના વરદ હસ્તે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ

Advertisement
Advertisement
Advertisement

સિરામિક નગરીના શ્રમિકો ઔદ્યોગિક વિકાસની સાચી આધારશિલા છે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા

માત્ર રૂ. ૫ માં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન પૂરું પાડતી રાજ્ય સરકારની લોકઉપયોગી યોજના અમલી

ગુજરાત રાજ્યના બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. ૫ ની સાવ નજીવી કિંમતે પૌષ્ટિક, શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ભોજન ઘરઆંગણે મળી રહે તેવા ઉમદા હેતુસર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ કલ્યાણકારી યોજના અંતર્ગત સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના વરદ હસ્તે મોરબીના ત્રાજપર ચોકડી ખાતે નવા ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, “મોરબી વૈશ્વિક સ્તરે સિરામિક ઉદ્યોગનું હબ છે અને ગુજરાત તથા દેશભરમાંથી શ્રમિકો અહીં રોજગારી અર્થે આવીને કામ કરે છે. ખરા અર્થમાં આ શ્રમિકો આપણા ઔદ્યોગિક વિકાસની આધારશિલા છે. રાજ્ય સરકાર શ્રમિકોના કલ્યાણ, તેમના સર્વાંગી વિકાસ અને જીવનધોરણ ઊંચું લાવવા માટે કટિબદ્ધ છે અને તે માટે અનેકવિધ કલ્યાણકારી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.”

શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ બાંધકામ શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળ સહિતનો પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે, એટલું જ નહીં પરંતુ અઠવાડિયામાં એક દિવસ ભોજનમાં સુખડી જેવા મિષ્ટાન્નનો પણ વિશેષ સમાવેશ થાય છે. શ્રમિકો પોતાનો આધારકાર્ડ આધારિત નોંધણી નંબર અથવા QR કોડ સ્કેન કરીને આ વિતરણ કેન્દ્ર પરથી ખૂબ જ સરળતાથી ભોજન મેળવી શકશે.

મોરબી જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના આ વધુ એક નવા ભોજન વિતરણ કેન્દ્રના પ્રારંભ થવાથી શ્રમજીવી પરિવારોને મોટી રાહત મળશે અને વધુમાં વધુ શ્રમિકો આ યોજનાનો લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW