મોરબી: ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત મોરબી સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ઠગાઈનો ભોગ બનેલા ફરિયાદી અને સાહેદને રૂ. 10.50 લાખની રકમ પરત અપાવી છે. કોપરનો ભંગાર સસ્તા ભાવે આપવાની લાલચ આપી આરોપીઓએ કુલ રૂ. 15.98 લાખની ઠગાઈ કરી હતી. આ ગુનામાં પોલીસે છ આરોપીઓને ઝડપી પાડી રૂ. 10.50 લાખની રકમ રિકવર કરી હતી, જે કોર્ટના હુકમ મુજબ ફરિયાદી અને સાહેદને પરત અપાવવામાં આવી છે.
સાયબર પોલીસે લોકોને અજાણ્યા વ્યક્તિઓની સસ્તી વસ્તુઓની લાલચામણી જાહેરાતોથી દૂર રહેવા અને ઓનલાઇન ખરીદીમાં સાવચેતી રાખવા અપીલ કરી છે.



