મોરબીમાં ‘કિસાન સન્માન દિવસ’ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement

પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે પાત્ર ખેડૂતોને સહાય અને લઘુમતી નાગરિકોને એનાયત કરાયા ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર

ખેતીમાં યાંત્રિકીકરણ અને પારદર્શક ડિજિટલ વ્યવસ્થાઓથી અન્નદાતાઓની સમૃદ્ધિ એ સરકારની અગ્રીમ પ્રાથમિકતા છે:
– પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા

પીએમ કિસાન યોજના અંતર્ગત મોરબી જિલ્લાના ૧.૧૦ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં રૂ. ૩૬૯.૨૮ કરોડની સહાય સીધી જમા કરાઈ

મોરબી પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ગોર ખીજડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મોરબી જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન દિવસ’ નો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે યાંત્રિકીકરણનો વ્યાપ વધે અને ખેતી વધુ સરળ તથા ઝડપી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રેક્ટર તેમજ અન્ય ખેત ઓજારો માટે આધુનિક સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સરકારી સહાયમાં પારદર્શકતા જળવાઈ રહે અને લાભાર્થીઓને સહેલાઈથી લાભ મળે તે માટે ડિજિટલ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. જેના ભાગરૂપે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (PM-KISAN) અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯ થી અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના ૧,૧૦,૩૯૪ ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ. ૩૬૯.૨૮ કરોડની માતબર રકમ સીધી જમા કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન પાત્ર ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાયોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા ૨૫ જેટલા લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડીસા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘કિસાન સન્માન દિવસ’ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભાવો અને ઉપસ્થિતોએ નિહાળ્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW