દેશી દારૂના ધંધાર્થી! વચે ધીંગાણું ખેલતા એક નું મર્ડર
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મામલો દેશી દારૂ વેચવા માટે બનાવ બન્યો હોવાનું ચર્ચાય રહ્યું છે
જેમાં ટીંબડી ગામ ના પાટિયા પાસે પહેથીજ કેટલા શખ્સો હાજર હોય અને મરણ જનાર પક્ષો ત્યાં જગડો કરવામાં માટે હથિયારો અને માણસો લઈને પહોંચ્યા હતા તેવું સૂત્રો દ્વારા જાણવામાં મળી રહ્યું છે
દેશી દારૂના ધંધાની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયાની ચર્ચા; કાર અને બાઈકમાં આવેલા શખ્સોએ છરી, ધારિયાં અને ધોકા વડે કર્યો હુમલો
મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટિયા પાસે બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. જેમાં જીવલેણ હથિયારો સાથે આવેલા શખ્સોએ હુમલો કરતા 70 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ટીંબડી ગામના પાટિયા પાસે બે જૂથો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન બે કાર અને એક બાઈકમાં આવેલા શખ્સોએ છરી, ધારિયાં અને ધોકા સહિતનાં ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં ખોડાભાઈ મોલડીયા (ઉં.વ. 70)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.
જ્યારે આ હુમલામાં રવિભાઈ વિજવાડીયા અને જીગાભાઈ મોલડીયા નામના બે યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં જીગાભાઈ મોલડીયાની હાલત વધુ ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
દેશી દારૂના ધંધાની અદાવતમાં હુમલો થયાની ચર્ચા
સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ સમગ્ર બનાવ પાછળ દેશી દારૂના વેચાણના ધંધાને લઈને જૂની અદાવત હોવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને પક્ષો વચ્ચે અગાઉથી વિવાદ હોવાની અને ઘટનાસ્થળે એક જૂથના કેટલાક શખ્સો હાજર હોવાની વાત પણ સામે આવી રહી છે. જોકે, હુમલો પૂર્વઆયોજિત હતો કે કેમ અને તેની પાછળનું ચોક્કસ કારણ શું છે તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે તેમજ હુમલામાં સંડોવાયેલા શખ્સો સામે ગુનો નોંધવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.
ટીંબડી ગામના પાટિયા પાસે થયેલી આ લોહિયાળ અથડામણને પગલે પંથકમાં ભારે ચકચાર મચી છે. હવે પોલીસ તપાસમાં આ હત્યા પાછળનું સાચું કારણ અને હુમલામાં સંડોવાયેલા તમામ શખ્સોની ભૂમિકા બહાર આવશે.



