Saturday, March 7, 2026

માળીયામિંયાણા પોલીસે ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી ઈંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે એક બુટલેગરને દબોચી ૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Advertisement
Advertisement
Advertisement

ઓનેસ્ટ ચેક પોસ્ટ, કચ્છ-મોરબી હાઇવે ઉપરથી બ્રેજા ગાડી માંથી દારૂ ઝડપાયો

Advertisement

માળિયા મી. પોલીસ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કચ્છ તરફથી એક સફેદ નંબર પ્લેટ વગરની મારૂતી બ્રેઝા કારમાં ગે.કા. રીતે ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે તેવી ચોકકસ હકિકત આધારે માળીયા મીંયાણા ઓનેસ્ટ પોલીસ ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઇવેરોડ ઉપર જરૂરી વોચ ગોઠવી હકિકત વાળી કાર મળી આવતા તેમાંથી અલય અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૩૩૩ કિ.રૂ.૩,૮૯,૭૦૦/-ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી :-

સુરેશભાઇ અજાભાઇ ચૌધરી ઉ.વ. ૧૯ રહે. કુડલા તા.જી. બાડમેર (રાજસ્થાન)

પકડવાનો બાકી આરોપી :-

સુરેશ યુન્નારામ (મેઘવાલ) રહે.હાલ-ગાંધીધામ મુળ રહે.ચો. ચોહટન જી.બાડમેર (રાજસ્થાન)

કબ્જે કરેલ મુદ્દામાલ :-

(૧) બેગપાઇપર ફાઇન વ્હીસ્કી ની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૧૫૬ કિ.રૂ.૧,૭૧,૬૦૦/-

(૨) મેક્ડોવેલ્સ નં-૦૧ બ્લેન્ડેડ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૬૦ કિ.રૂ.૬૬,૦૦૦/-

(૩) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૧,૫૨,૧૦૦/-

(૪) નંબર પ્લેટ વગરની મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા કાર કિ.રૂ ૪,૦૦,૦૦૦/-

(૫) આઇ-ફોન નંગ-૦૧ કિ. રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૦૪,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW