એરંડા ચોર ટોળકી સક્રીય બની હોવાની રાવ સાથે ખેડુતે અન્ય ખેડુતોને સતર્ક રહેવા કરી અપીલ
માળીયામિંયાણાના વેજલપર ગામની સીમમાં એરંડા ચોરનો આતંક એરંડા ચોર ટોળકી સક્રીય બની ખેતરમાં લણીને રાખેલા એરંડા કોથળા ભરી-ભરીને લઈ જતા હોવાનીની રાવ ઉઠી છે જાણવા મળતી વિગત મુજબ વેજલપર ગામની સીમમાં ખેડુતે લણીને ઢગલા કરીને રાખેલા એરંડાને કોઈ અજાણ્યા શખ્સો કોથળા ભરીને ચોરી ગયાની રાવ ઉઠી છે જેથી ખેડુતે પોતાના મહામુલા પાકને ચોરી જનાર ચોરટાઓથી બચાવવા અન્ય ખેડુતોને સતર્ક રહેવા અપીલ કરી છે આમ વેજલપર ગામની સીમમાં એરંડા ચોરના આતંકથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે ખેડુતોને ખેતરમાં રાખેલ પાકને બચાવવા કાતિલ ઠંડીમાં રાત ઉજાગરા કરવાની નોબત આવી છે અત્રે ઉલ્લેખનીય છેકે રાત્રી દરમિયાન ચોરટાઓ કોથળા ભરીને એરંડા લઈ ગયાની ફરીયાદ ઉઠવા પામી છે જોકે અન્ય કોઈ ખેડુતોના એરંડાની ચોરી થઈ છેકે કેમ તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ જાગૃત ખેડૂતે એરંડા ચોરી ગયાનો વીડીયો વાયરલ કરીને અન્ય ખેડુતોને સતર્ક રહેવા અપીલ કરી છે