મોરબી તાલુકાના રંગપર ગામની સીમ એ.બી.સી. સીરામીક સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૨૬ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમ એ.બી.સી. સીરામીક સામે રોડ ઉપર આરોપી વિપુલભાઈ સોમાભાઈ લોદરીયા ઉ.વ.૨૩. રહે. હાલ ત્રાજપર વિજયભાઈ પાટડીયાના મકાનમાં તા. મોરબી વાળાએ પોતાના હવાલાવાળી મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો કાર રજીસ્ટર નંબર-GJ-13-CA-3619 કિં રૂ.૧,૦૦,૦૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૬ કિં રૂ.૯૭૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.