Saturday, March 7, 2026

પ્રોહી. ના ગુન્હામાં સંડોવાયેલા ઇસમને પાસાતળે સુરત જેલ ખાતે મોકલી આપતી વાંકાનેર તાલુકા પોલીસ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકા પો.સ્ટે.વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ શાહીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયા , ઉ.વ.૩૪ ધંધો.ડ્રાઈવીંગ રહે. કાલીકા પ્લોટ, શીવ સોસાયટી, વજેપર મેન રોડ. મોરબી તા.જી.મોરબી વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી. મોરબી તરફ મોકલી આપતા પાસા દરખાસ્ત મંજુર થઇ આવેલ હોય અને અત્રેના પોસ્ટેના એ.એસ.આઈ. રામભાઈ મંઢ તથા ક્રીપાલસિંહ ચાવડા તથા પો.કોન્સ.સામતભાઈ છુછીયા નાઓને સંયુકતમા ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે આ કામના સામાવાળા તેના રહેણાક મકાને મોરબી ખાતે હાજર છે.જેથી આ કામના સામાવાળાને તેના રહેણાક મકાનેથી હસ્તગત કરી પોસ્ટે લાવી. તા.૨૩/૦૬/૨૦૨૫ ના રોજ પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW