મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં, બરવાળા થી ખાખરાળા જતી કેનાલ નજીક બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં, બરવાળા થી ખાખરાળા જતી કેનાલ નજીક બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રાજેન્દ્રભાઈ બેચરભાઈ આદ્રોજા, હેમુભાઈ દેવજીભાઈ ચાવડા, શૈલેષભાઇ સવજીભાઈ વડનગરા રહે ત્રણે બગથળા ગામ તા. મોરબી તથા ભાવેશભાઇ બાલુભાઇ સિતપરા રહે. મહેન્દ્રનગર પ્રભુકૃપા સોસાયટી તા. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧,૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.