રવિ સીઝન ૨૦૨૨-૨૩ માં તુવેર, ચણા અને રાયડાનો લઘુતમ ટેકાના ભાવે તુવેર– રૂ.૧૩૨૦ પ્રતિ મણ, ચણા-રૂ.૧૦૬૭ પ્રતિ મણ અને રાયડો-રૂ.૧૦૯૦ પ્રતિ મણ ખરીદી કરવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડુતોનું ઓનલાઇન રજીસ્ટ્રેશનની નોંધણી તારીખ: ૦૧/૦૨/૨૦૨૩ થી ૨૮/૦૨/૨૦૨૩ સુધી કરી શકાશે. આ નોંધણી પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ “વિલેજ કોમ્યુટર એન્ટરપ્રીન્યોર” (VCE) મારફત કરાવી શકશે જેની તમામ ખેડુતોએ નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.