Saturday, January 25, 2025

મોરબી જિલ્લામાં આ રવિ સિઝનમાં અંદાજીત ૧.૪ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર કરાયું

Advertisement

જિલ્લા ખેતીવાડી કચેરીની માહિતી અનુસાર આ વર્ષે મોરબી જિલ્લામાં ૧,૩૯,૮૭૫ હેકટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે.

જિલ્લામાં વાવેલા રવિ પાકની વિગતે વાત કરીએ તો, હળવદમાં ૧૧૮૫૦, માળીયામાં ૧૬૨૦, મોરબીમાં ૫૩૦૦, ટંકારામાં ૪૬૫૦ અને વાંકાનેરમાં ૩૫૩૨ મળી કુલ ૨૬૯૫૨ જેટલા હેકટરમાં જીરું વાવવામાં આવ્યું છે. ધાણાની વાત કરીએ તો, હળવદમાં ૬૭૧૫, માળીયામાં ૩૨૦, મોરબીમાં ૬૦, ટંકારામાં ૪૫૦ અને વાંકાનેરમાં ૧૫૦ મળી કુલ ૭૬૯૫ હેકટરમાં વાવેતર થયું છે. તો, વરિયાળીનું હળવદમાં ૪૩૦૫, માળીયામાં ૬૦, ટંકારામાં ૮૦, વાંકાનેરમાં ૨૫૦ મળી કુલ ૪૬૯૫ હેકટરમાં વાવેતર થયું છે. હળવદમાં ૫૪૭૦ માળિયામાં ૨૪૫૦, મોરબીમાં ૨૧૧૦, ટંકારામાં ૧૧૫૦૦ અને વાંકાનેરમાં ૫૪૦ મળી કુલ ૨૭૪૭૦ હેકટરમાં ચણાનું વાવેતર થયું છે. હળવદમાં ૧૬૯૧૦, માળીયામાં ૧૪૫૫, મોરબીમાં ૯૨૫૦, ટંકારામાં ૯૨૧૦ અને વાંકાનેરમાં ૭૫૦૦ મળીને કુલ ૪૪૩૨૫ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે. આ ઉપરાંત જિલ્લામાં ડુંગળીનું ૨૧૪૦ હેકટર, શાકભાજીનું ૧૯૭૫ હેકટર, ઘાસચારાનું ૧૩૧૩૦ હેકટરમાં વાવેતર થયું છે.

સરકાર દ્વારા ખેડૂતોને તેમના પેદાશના પૂરતા ભાવ મળે અને વાવેતર વધે તેવા અનેક ખેડૂત કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના અનુસંધને મોરબી જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ માટે ૧લી ફેબ્રુઆરીથી જિસ્ટ્રેશન શરૂ થશે. નાફ્રેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવશે. દરેક ગામોમાં વીસીઇ અને મંડળી મારફત ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે અન્વયે રૂ.૧૦૬૭ના ભાવે ચણા, રૂ.૧૩૨૦ના ભાવે તુવેર અને રૂ.૧૦૯૦ના ભાવે રાયડો ટેકાના ભાવે ખરીદવામાં આવશે. ૨૮ ફેબ્રુઆરી સુધી આ રજિસ્ટ્રેશન કરવી શકાશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW