Saturday, March 7, 2026

મોરબી માળીયા હાઈવે પર અર્જુનનગર પાસે ઈંગ્લિશ દારૂ ભરેલી કાર ઝડપાઈ આરોપી ફરાર

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણા પોલીસે ૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓને‌ પકડવા ચકો ગતિમાન કર્યા

Advertisement

પોલીસ ઇન્સ્પેકટર ,કે.કે.દરબાર માળીયા મીંયાણા પોલીસ સ્ટ. ની સુચના હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન HC પૃથ્વીરાજસિંહ જાડેજા તથા PC હરપાલસિંહ ને સંયુકત રીતે બાતમી હકિકત મળેલ કે, કચ્છ-સામખીયાળી તરફથી એન્ડેવર ગાડી નં GJ-12-DG-9081 વાળીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી જામનગર તરફ જવાની હોય તેવી ચોક્કસ બાતમીના આધારે માળીયા મીં રેલ્વે ફાટક પાસે રોડ ઉપર વાહન ચેકીંગની કામગીરી કરતા હોય જે દરમ્યાન સદરહું હકિકત વાળી ગાડી પોલીસને જોઇ ગાડી યુ-ટર્ન વાળી ભાગવા જતા જેનો પીછો કરી અર્જુનનગર ગામના પાટીયા પાસે કાર રેઢી મુકી નાશી ગયેલ સદરહુ કારમાથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૪૭૦ કિ.રૂ. ૬,૦૦,૮૦૦/- તથા એન્ડેવર કાર મળી કુલ કિમત ૧૬,૦૦,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજી. કરી આરોપીઓ પકડી પડવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી :- એન્ડેવર કાર જેના રજી નં GJ-12-DG-9081 નો ચાલક તથા સાથે અન્ય એક ઇસમ (પકડવા પર બાકી)

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW