મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ રેન્જ ની સુચના મુજબ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવા જણાવેલ જે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી ના સુચના અને માર્ગદર્શન હેઠળ તા.૨૫/૦૭/૨૦૨૫ થી તા.૨૯/૦૭/૨૦૨૫ સુધી મોરબી જીલ્લામાં “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન HSRP/નંબર પ્લેટ વગર/ફેન્સી/તુટેલી નંબર પ્લેટ, ડાર્ક ફીલ્મ, શીટ બેલ્ટ, ચાલુ વાહને ફોનનો ઉપયોગ તથા ફૂંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) તથા વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા કેશની વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
મોરબી જીલ્લામાં તા.૨૫/૦૭/૨૦૨૫ થી તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ દરમ્યાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કરેલ કામગીરી
રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૧ મુજબ કુલ-૫૫ ગુના રજીસ્ટર કરવામાં આવેલ
અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૫ મુજબ કુલ-૫૬ ગુના રજીસ્ટર કરવામાં આવેલ
ફૂંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) વાહન ચાલક વિરૂધ્ધ એમ.વી.એક્ટ-૧૮૫ મુજબ ના કુલ ૧૦ ગુના રજીસ્ટર કરવામાં આવેલ
વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન એમ.વી.એકટ ૨૦૭ મુજબના ૧૧૦ વાહન ડીટેઇન કરવામાં આવેલ
બ્લેક ફીલ્મ લગાવેલ કાર ચાલકો ને કુલ-૧૬૭ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ
HSRP/નંબર પ્લેટ વગર/ફેન્સી/તુટેલી નંબર પ્લેટ ચાલકો ને કુલ-૨૪૧ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ
ચાલુ વાહને ફોનનો ઉપયોગ ચાલકો ને કુલ-૧૧૫ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ
શીટ બેલ્ટનો ઉપયોગ ન કરનાર વાહન ચાલકો ને કુલ-૧૬૬ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ
વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ કેશ-૪૮ કેશો કરવામાં આવેલ.
ઉપરોકત વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ-રૂ-૫૯૨૪૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ
આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
આગામી સમયમાં પણ ઉપરોકત ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ મોરબી જીલ્લાના લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ મોરબી જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ મોરબી શહેરમાં ભારે વાહનો, વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનુ લોકો પાલન કરે તેની અપીલ કરવામાં આવેલ છે.






