(અહેવાલ:મયંક દેવમુરારી)
મોરબી જિલ્લામાં ફોર વ્હીલ કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી વધી રાજસ્થાનના શખ્સોની કળા મોરબી પોલીસ પાસે કામ ન આવી મોરબી જિલ્લા પોલીસની બુટલેગરો ઉપર બાજ નજર
ટંકારા પોલીસ છતર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા તે દરમ્યાન રાજકોટ-મોરબી તરફથી આવતી (૧) એક સફેદ કલરની ક્રેટા કાર નંબર-GJ-05-RF-0068 (2) એક સફેદ કલરની વર્ના કાર નંબર-GJ-13-N-8874 (3) એક સફેદ કલરની કીયા કાર નંબર-GJ-36-R-1419 માંથી ગે.કા. ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની નાની મોટી કુલ બોટલો નંગ-૩૪૦ કી.રૂ. ૯,૭૫,૬૦૨/- મોબાઇલ નંગ-૦૩ કી.રૂ. ૧૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૨૨,૪૦,૬૦૨/- ના મુદામાલ સાથે કુલ-૦૪ આરોપી મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધી ટંકારા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથધરી છે તેમજ આ ગુનામાં સંડોવાયેલ અન્ય ઇસમો બાબતે તપાસ તજવીજ ચાલુમાં
> પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) બાંકારામ મંગલારામ ભાભુ ઉ.વ. ૨૪ રહે. લોહારવા તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજસ્થાન)
(૨) રામનારાયણ મોબતારામ બિશ્નોઇ ઉ.વ. ૨૭ રહે. ચૈનપુરા તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજસ્થાન)
(૩) અકીલભાઇ ફીરોજભાઇ સીડા ઉ.વ. ૩૨ રહે. જુનાગઢ બી ડીવીજન પોલીસ સ્ટેશન સામે
(૪) પ્રવિણભાઇ કેસરીમલ ગોદારા ઉ.વ. ૧૮ રહે.રોહીલા પશ્ચિમ તા.સેડવા જી.બાડમેર (રાજસ્થાન)
> પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
(૧) અનીલભાઇ રૂગનાથભાઇ જાણી રહે. મોખાવા તા.ગુડામાલાણી જી.બાડમેર (રાજસ્થાન)
(૨) સફેદ કલરની કીયા કાર નંબર-GJ-36-R-1419 નો ચાલક (નાશી જનાર)






