મોરબી તાલુકાના ટીબડી ગામે રહેણાક મકાનમાંથી જુગાર રમતા છ ઇસમો ને રોકડ રકમ સાથે પકડી પાડતી પોલીસ
મોરબી તાલુકા પોલીસ ને મળેલ બાતમી હક્કીત આધારે જુગાર ની રેઇડ કરતા મોરબી તાલુકાના ટીબડી ગામે મહેશભાઇ નાનજીભાઇ પરમાર ના રહેણાક મકાનમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા કૂલ-૦૬ ઇસમોને રોકડ રૂ.૭૫,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ એ.પી.જાડેજા ચલાવી રહેલ છે.
> જુગાર રમતા પકડાયેલા ઈસમો :-
1) મહેશભાઈ નાનજીભાઈ પરમાર રહે. ટીબડી તા-જી મોરબી
2) દેવજીભાઈ કાન્તીભાઇ પરમાર રહે. ટીબડી તા-જી મોરબી
3) સલીમભાઇ ઉસ્માનભાઈ સબાવત રહે. ટીબડી તા-જી મોરબી
4) અનીલભાઇ દાનભાઇ વસરા રહે. ધર્મ સિધ્ધિ સોસાયટી વૃષભ પાસે મોરબી-૦૨
5) ધિરજભાઇ હિરજીભાઈ ડાભી રહે. ટીબડી તા-જી મોરબી
6) અમરશીભાઇ ઉર્ફે રમેશભાઈ મગનભાઈ પરમાર રહે. ટીબડી તા-જી મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૭૫,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.






