Saturday, January 11, 2025

મોરબીના ધરમપુર ટીંબડી આસપાસ થતી બેફામ ખનીજચોરી કોના ઈશારે થઈ રહી છે

Advertisement

મોરબીના ટીંબડી ગામે ખનીજચોરો બેફામ ઓવરલોડ ભરેલા પથ્થરો રસ્તાઓ ઉપર ઢોળતા ગ્રામજનોએ ડમ્પરો રોક્યા ખનીજચોરી મુદ્દે તંત્રનુ ભેદી મૌન !!

ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠતા ડમ્પર ચાલકોએ રોડ ઉપર ઢોળાયેલા પથ્થરો ઉપાડી લેતા અને ઓવરલોડ ટ્રક નહી ભરવાની બાંહેધરી બાદ મામલો થાળે પડ્યો

મોરબીના ધરમપુર ટીંબડી આસપાસના વિસ્તારમાં ખાણખનીજ વિભાગની મીઠીનજર હેઠળ બેફામ ખનીજચોરીનો ધીકતો ધંધો બેફામ ફુલીફાલ્યો છે? ત્યારે આજરોજ ટીંબડી ગામે ખનીજચોરો પથ્થર ભરેલા ઓવરલોડ ડમ્પરો પસાર થતી વેળાએ ગામના રસ્તાઓ ઉપર મોટો પથ્થરો ઢોળાતા નાના ઢખલા થઈ જતા બાઈક સહીતના વાહન ચાલકોને અકસ્માતનો ભય હોવાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જેના કારણે ડમ્પરોને રોડ ઉપર જ રોકીને વિરોધ કરીને સરપંચને જાણ કરાતા થોડીવાર માટે મામલો બિચક્યો હતો પરંતુ ડમ્પર ચાલકોએ ઢોળાયેલા પથ્થરો દુર કરી દેવાતા અને ઓવરલોડ નહી ભરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ધરમપુર ટીંબડી આસપાસ બ્લાસ્ટ કરીને થતી કાળા પથ્થરોની ખનીજચોરી બાબતે અનેક વખત રજુઆતો કરી હોવા છતા આજદીન સુધી ખાણખનીજ વિભાગ કે સ્થાનીક તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહી કરાતા!! મોરબી જિલ્લા ખાણખનીજ ઉપર શંકાની સોય લટકતી જોવા મળે છે!! જિલ્લામાં મોટાપાયે રેતી કપચી પથ્થરોની ખનીજ ચોરી બેફામ થઈ રહી છે છતા ખાણખનીજ વિભાગ ભરનિંદ્રામાં હોય કે પછી જાગતા ચોર ચોકીદાર મોરની જેમ ખિસ્સા ગરમ કરતા હોવાનુ ચિત્ર ઉપસી રહ્યું છે કેમ કે જિલ્લામાં મોટા ભાગે ગેરકાયદેસર રેતી પથ્થરોના ગોરખધંધા બેફામ ફુલીફાલ્યા છે તે કેમ ખનીજ વિભાગને નથી દેખાતા કે પછી ઉપરી મલાઈ તારવી ખનીજ વિભાગના અધિકારીઓ મલાઈ ખાય રહ્યા છે!! તેવી ચર્ચા જગજાહેર ટોક ઓફ ધ ટાઉન બની છે આમ ધરમપુર ટીંબડી ખાખરેચી સહીતના વિસ્તારમાં થતી ખનિજચોરી જિલ્લામાં ટોપલેવલની સોના સમાન કમાણી કરાવતી હોવાની પણ ચર્ચા થઈ રહી છે જેથી ખનીજ વિભાગના અમુક સરકારી અધિકારીઓ સરકારનો પગાર ખાયને ગુલાબી ખનીજ માફીયાઓની કરતા હોય તેવો ઘાટ બેફામ થતી ખનીજચોરી ઉપરથી સ્થાનીક લોકોમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે આમ અનેક વખત કરાયેલ રજુઆતોને સરકારી અધિકારીઓ ઘોળીને પી જતા હોય સ્થાનીક તંત્રને પણ પ્રસાદી મળતી હોવાનુ સ્થાનીક લોકોમાં જગજાહેર ચર્ચા થઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છેકે મોરબી જિલ્લો ખનીજથી ભરપુર હોય જેથી ખનીજ માફીયાઓ માટે જાણે સ્વર્ગ સમાન હોય તેમ બેરોકટોકો રોયલ્ટી કે પરમીટ વગર ખનીજચોરી કરવામાં આવે છે તે જગજાહેર છે જે બતાવે છે કે ખનીજ માફીયાઓ વિરૂદ્ધ ભવિષ્યમાં અનેક ફરિયાદો થઈ છે તેમ છતા ખનીજ માફીયાઓ બે લગામ હોય તેવો કિસ્સો આજે મોરબીના ટીંબડી ગામે જોવા મળ્યો હતો જેમાં કાળા પથ્થર ભરેલા ટ્રકો ઓવરલોડ ભરીને ગામમાં પસાર થતા હતા ત્યારે રોડ ઉપર પથ્થરો ઢોળાયા હતા જે રોડ ઉપરથી પસાર થતા ગ્રામજનો ઉપર જાણે મોત ઝળૂંબી રહ્યુ હોય તેમ પથ્થરો ઢોળાયા હતા ત્યારે ગ્રામજનો દ્વારા આ ટ્રકોને રોકવામાં આવ્યા હતા અને ઓવરલોડ ના ભરવાની બાંહેધરી બાદ ટ્રકોને જવા દેવામાં આવ્યા હતા પણ પ્રશ્ન એ છે કે મોરબી જીલ્લામાં ભારે માત્રામાં ખનીજચોરી થતી જોવા મળે છે ખૂબ મોટી સંખ્યામાં ખનીજ વાહનો પ્રતિબંધિત વિસ્તારમાં અને પ્રતિબંધિત સમયે પણ પરિવહન કરતા જોવા મળે છે પરંતુ સ્થાનિક પોલીસ આરટીઓ વિભાગ અને સંલગ્ન ખાણ ખનીજ વિભાગ સહિતનાઓ દ્વારા ક્યાંકને ક્યાંક આંખ આડા કાન કરવામાં આવે છે ? જેથી કરીને સરકારને ભારે મોટી માત્રામાં રેવન્યુની ખોટ સહન કરવી પડે છે જોકે સરકારી ચોપડે પુણી માં પાસેર સમાન કેસ કરવામાં આવતા હોય છે જેના કારણે ખનીજ માફિયા બે લગામ બનીને સરકારી ખજાનાને નુકસાન પહોંચાડી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે જોકે થોડા સમય પહેલા ટીંબડી તેમજ ધરમપુર ગ્રામજનો દ્વારા વિવિધ વિભાગોને ફરિયાદ કરવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી નીચેની ફરિયાદ કરવામાં આવી છે તેમ છતા ખનીજ વિભાગ નક્કર કાર્યવાહી કરવા પાંગળુ સાબિત થયેલ છે ધરમપુર ટીંબડી ગ્રામજનો દ્વારા ક્યા ક્યા અરજી કરી તેના પુરાવા નીચે મુજબ છે મોરબી ખનીજ વિભાગ મોરબી ભુપેન્દ્રભાઇ પટેલ મુખ્ય મંત્રી ગુજરાત કલેકટર સાહેબ મોરબી એસ.પી મોરબી ખાણ અને ખનીજ વિભાગ ગાંધીનગર મોરબી મામલતદાર મોરબી મોરબી પોલ્યુશન બોર્ડ મોરબી ભુસ્તર વિજ્ઞાન ખનીજ વિભાગ મોરબી મોરબી ખનીજ વિભાગ મોરબી કલેકટર સાહેબ મોરબી એસ.પી મોરબી ખાણ અને ખનીજ વિભાગ ગાંધીનગર નાયબ કલેકટરશ્રી મોરબી આર.ટી.ઓ કચેરી મોરબી કલેકટર મોરબી સહિતના ઓને વારંવાર આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેમ છતા ખનીજચોરી ધોળા દિવસે ધમધમી રહી છે હવે જોવા નું રહ્યું છે ખનીજ માફીયાઓ ઉપર કોઈ બહારની એજન્સી દ્વારા રેડ કરવામાં આવે છે કે કેમ?

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW