માળીયામિંયાણા પોલીસે સુરજબારી ચેક પોસ્ટ પાસેથી કચ્છ મોરબી હાઇવે ઉપરથી ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઈંગ્લિશ દારૂ ભરેલી સ્કોર્પીઓ કાર સાથે દબોચી બોટલો નંગ-૪૨૦ રૂ.૫,૫૦,૮૦૦ કાર મોબાઇલ ફોન મળી કુલ રૂ ૧૫,૫૮,૮૦૦ના મુદામાલ સાથે પધ્ધર પોલીસ સ્ટેશન પ્રાગપર પોલીસ સ્ટેશન તથા જામનગર એ ડિવીઝન પો સ્ટેશનમાં લાંબા સમયથી પ્રોહિબીશનના ગુન્હાના કામે નાસતો ફરતો બુટલેગર અંતે માળીયા પોલીસની જાળમાં ફસાઈ જતા પકડાઈ ગયો હતો જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો માળીયામિંયાણા પોલીસ મથકના પીઆઈ કે.કે.દરબારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલા સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે કચ્છ તરફથી મહિન્દ્રા કંપનીની સ્કોર્પીઓ કાર રજી નં-જીજે-૦૩-એમએલ-૪૫૦૭ વાળી કારમાં ગેરકાયદેસર ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી જામનગર તરફ જનાર છે તેવી ચોકકસ હકિકતના આધારે માળીયામિંયાણા પોલીસે સૂરજબારી ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી હકિકત વાળી કાર પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં બોટલો નંગ-૪૨૦ રૂ.૫,૫૦,૮૦૦ના મુદામાલ સાથે આરોપી દિપકભાઇ ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી ઉ.વ.૩૪ રહે. જામનગર વાળા પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલમાં ઓલસીઝન ગોલ્ડ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૪૮ રૂ. ૬૭,૨૦૦ રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૩૭૨ રૂ.૪,૮૩,૬૦૦ અને મહિન્દ્રા કંપનીની સ્કોર્પીઓ એન રજી નં જીજે-૦૩એમએલ-૪૫૦૭ રૂ.૧૦,૦૦,૦૦૦ વિવો કંપનીનો વાય-૫૧એ ફોન રૂ.૩૦૦૦ તથા ઓપો કંપનીનો કે-૧૩ એક્સ મોડલનો ફોન ૫૦૦૦ મળી કુલ રૂ.૧૫,૫૮,૮૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે જ્યારે અન્ય એક નાશી જનાર આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદભાઈ ખીજડા સહીત બંને શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજીસ્ટ્રેશન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






