Saturday, March 7, 2026

વાંકાનેરની દોશી આર્ટસ &કોમર્સ કોલેજમાં ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર- મોરબી દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર મુકામે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન – નિક્ષય મિત્ર પહેલ અંતર્ગત શ્રી એચ.એન.દોશી આર્ટસ & આર. એન.દોશી કોમર્સ કોલેજના NSS સ્વયં સેવકોએ ટીબીના દર્દીઓને સાઈકોસોશિયલ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા દાખવી નિક્ષય પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હતું.

ટીબી મુકત ભારત અભિયાન’ અંતર્ગત “નિક્ષય મિત્ર પહેલ” દ્વારા ટીબી દર્દીઓને સામાજિક, ભાવનાત્મક તથા પૌષ્ટિક સહયોગ ઉપલબ્ધ કરાવવા જનભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આ પહેલમાં રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) NSS સ્વંયસેવકની સક્રિય ભાગીદારી જરૂરી છે.જેથી તેઓ પોતાના વિસ્તારના ટીબી દર્દીઓના “નિક્ષય મિત્ર” બનીને તેમને જરૂરી સહયોગ આપી શકે છે. જે માટે વાંકાનેર મુકામે શ્રી દોશી આર્ટસ &કોમર્સ કોલેજમાં આજ રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર- મોરબી દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ટીબી રોગની સમજ, નિદાન, સારવાર, સરકારદ્વારા મળતી સહાય તેમજ રોગ અંગેની ગંભીરતાની માહિતીઆપવામાં આવી અને ટીબીના દર્દીઓને સાયકૉસોશિયલ સહયોગ કઈ રીતે પ્રદાન કરવો તેની સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત તમામ (એન.એસ.એસ.) NSS સ્વયંસેવકોને પોતાના વિસ્તારમાંના ટીબી દર્દીઓને સહયોગ આપવા માટે “નિક્ષય પોર્ટલ” પર નોંધણી કરવા પ્રોત્સાહિત કરાયા તથા તેમના દ્વારા આ સેવાભાવી કાર્યમાં યોગદાન આપવા સંકલ્પિત કરવામાં આવ્યા હતા.

નિક્ષય મિત્ર પહેલ તથા ટીબી મુકત ભારત અભિયાનની સફળતા માટે NSS સ્વયંસેવકોને સહકાર આપવા માટે જીલ્લા ક્ષય કેન્દ્ર ના પ્રોગ્રામ કો. ઓર્ડીનેટર પિયુષભાઈ જોષીએ આ કાર્યક્રમમાં એન.એસ.એસ યુથને નિક્ષય મિત્ર તરીકે જોડાવવા નમ્ર અપીલ કરી હતી

આ કાર્યક્રમને સફળ બનાવવા, જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, વાંકાનેર તાલુકાના ટીબી સુપરવાઈઝર અક્ષય ભાઈ સાપરા, અને.એસ.એસ. પી. ઓ.-ડિસ્ટ્રીક.કો.ઓર્ડીનેટર ડૉ.મયૂર જાની. જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના સફળ આયોજન માટે ટ્રસ્ટી તથા પ્રિન્સિપાલ ચુડાસમા સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW