મહાનગરપાલિકાને મળેલી ૧૧૧૧ ફરીયાદોમાંથી ત્વરિત રીતે ૯૦૪ ફરીયાદોનો નિકાલ કરી દિવાળી પહેલા શહેરને ઝગમગતું કરવા તત્પર પુરજોશમાં કામગીરી હાથ ધરાઈ
મોરબી મહાનગરપાલિકા ની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેર હદમાં તમામ મુખ્ય રસ્તા પર લાઇટો સુ-વ્યસવસ્થિત કરવાની તમામ પ્રયાશો કરવામાં આવેલ છે જેના અનુસંધાને મોરબી મહાનગરપાલિક ના મુખ્ય રસ્તા (1) સર્કિટ હાઉસ સર્વિસ રોડ, (2) પોસ્ટ-ઓફિસ થી નજરબાગ સુધી, (3)મહારાણા પ્રતાપ સર્કલ થી ચાર રસ્તા. આ તમામ રસ્તાઆઓ હાલ માં કાર્યરત કરવામાં આવેલ છે આ તમામ રસ્તાઓ પર જરૂરિયાત મુજબ ની લાઇટો અને તેમાં જરૂરિયાત મુજબ નો કેબલ તેમજ જરૂરિયાત મુજબ નું તમામ મટિરિયલ નો ઉપયોગ કરી આ રસ્તાઓ હાલ માં સંપૂર્ણપણે ચાલુ કરવામાં આવેલ છે. મોરબી મહાનગરપાલિકા ની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા હાલ માં રીનોવેટ કરાયેલ રોડ અથવા એવા રસ્તાઓ જેવા કે જ્યાં સ્ટ્રીટ લાઇટપોલ ની જરૂરિયાત છે તેવા તમામ સ્થળો એ હાલ માં મોરબી મહાનગરપાલીકા દ્વારા પોલ નાખવાનું કામ પુરજોશ માં શરૂ કરવામાં આવેલ છે અને ટુંક સમય માં પૂરું પણ કરવામાં આવશે. જેમાં પંચાસર રોડ પર હાલ માં કામગીરી ચાલુ છે અને એલ.ઈ.કોલેજ રોડ પર પોલ શિફટિંગ નું કામગિરિ ચાલુ છે હાલ માં આખા રસ્તા પર લાઇટો ની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે. આગામી સમય આવેલ જાહેર માર્ગો અને મુખ્ય રસ્તાઓ પરની લાઈટો હર-હંમેશ માટે ચાલુ રહે તે માટે ના પ્રયાસો સતત કરવામાં આવશે.
આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખામાં તા:૦૩/૦૯/૨૦૨૫ થી મોરબી મહાનગરપાલિકા ની એપ્લિકેશન કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં ૦૩/૦૯/૨૦૨૫ થી ૦૨/૧૦/૨૦૨૫ સુધી માં કુલ ૧૧૧૧ ફરિયાદો આવેલ છે જેમાંથી કુલ ૯૦૪ ફરિયાદો નો તારીખ ૦૩/૧૦/૨૦૨૫ સુધી માં સફળતા પૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.





