પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ દ્વારા એન.ડી.પી.એસ. કેસો શોધી કાઢવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી એમ.પી.પંડ્યા , પોલીસ ઇન્સ્પેકટર , એસ.ઓ.જી.મોરબી ને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા સુચના આપેલ હોય જેથી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે અન્વયે પો.હેડ.કોન્સ . મુકેશભાઇ વાલજીભાઇ જોગરાજીયા તથા પો.હેડ કોન્સ . મહાવિરસિંહ અનિરૂધ્ધ પરમારને બાતમી મળેલ કે , અમુભારથી કાનભારથી ગોસાઇ અને બાબુભાઇ પાલાભાઇ રાઠોડ રહે બન્ને રફાળેશ્વર ગામ આંબેડકરનગર વાળા સાથે મળી અમુભારથી કાનભારથી ગોસાઇના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી તેનુ ખાનગીમાં વેચાણ કરે છે . જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જ્ગ્યાએ જઇ રેઇડ કરતા નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમો નીચે જણાવેલ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ -૮ ( સી ) , ૨૦ ( બી ) મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમ નંબર ( ૧ ) ( ૨ ) ને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે .
પકડાયેલ આરોપીનુ નામ , સરનામુ : ( ૧ ) અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઇ ઉવ .૫૫ રહે . આંબેડકરનગર રફાળેશ્વર ગામ ( જાબુડીયા ) તા.જી.મોરબી ( ૨ ) બાબુભાઇ પાલાભાઇ રાઠોડ ઉવ ૫૦ રહે . આંબેડકરનગર રફાળેશ્વરગામ ( જાબુડીયા ) તા.જી.મોરબી પકડાવવા પર બાકી આરોપીનુ નામ , સરનામું : ( ૩ ) કરશનભાઇ ભીખાભાઇ વાધેલા રહે.બનાસકાંઠા પકડાયેલ
મુદ્દામાલ : વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૪ કિલો ૪૫૦ ગ્રામ કિ.રૂ. ૪૪,૫૦૦ / – ગે.કા.રીતે પોતાના કબ્જામાં રાખી તથા મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ. ૧૨૦૦ / – તથા રોકડા રૂપીયા ૭૧૦૦ / – તથા લોખંડનો ત્રાજવુ તથા એક કિલો તથા ૨૦૦ ગ્રામનુ વજનીયુ કિ.રૂપીયા ૫૦૦ / – તથા ખાલી પ્લાસ્ટીકની કોથળીઓ ૧ કિલો ગ્રામ કિ.રૂ .૦૦ / ૦૦ મળી કુલ રૂ .૫૩,૩૦૦ / ૧ – કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ એમ.પી.પંડ્યા , ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર , એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ ઇન્સ . કે.આર.કેસરીયા , એસ.ઓ.જી. , મોરબી તથા પોલીસ હેડ કોન્સ . સબળસિંહ સોલંકી તથા જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી સતિષભાઇ ગરચર તથા આશીફભાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અશ્વિનભાઇ વીરાભાઇ લોખિલ વગેરે જોડાયેલ હતા .