(અહેવાલ: મયંક દેવમુરારી)
જામનગર ખાતે યોજાયેલ ઝોન કક્ષાની મિલેટ વાનગી સ્પર્ધામાં ૧૨ જિલ્લાના સ્પર્ધકો વચ્ચે મીલેટ વાનગીની સ્પર્ધા યોજાઈ મોરબી જિલ્લાના આંગણવાડી કાર્યકરે પ્રથમ નંબર મેળવી સમગ્ર જિલ્લાનુ નામ રોશન કર્યું
મોરબી જિલ્લાના ખાખરાળા સેજાના અમરેલી આંગણવાડી કાર્યકર દ્વારા પોષણ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ઝોન કક્ષાની મિલેટ વાનગી સ્પર્ધા જામનગર ખાતે યોજાઈ હતી તેમાં ભાગ લીધો હતો જેમા પ્રથમ નંબર મેળવીને સમગ્ર મોરબી જિલ્લા આંગણવાડી કાર્યકરોની સાથે મોરબી જિલ્લા આંગણવાડીનુ ગૌરવ વધારી ૧૨ જિલ્લાના સ્પર્ધકો વચ્ચે ટક્કર આપીને સ્વાદીષ્ટ સુંદર વાનગી બનાવી ટોચનુ સ્થાન પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું હતું જાણવા મળતી વિગત મુજબ જામનગર ખાતે યોજાયેલ ઝોન કક્ષાની મિલેટ વાનગી સ્પર્ધામાં જોન કક્ષાના ૧૨ જિલ્લાઓમાંથી અલગ અલગ આંગણવાડી કાર્યકરોએ ભાગ લીધો હતો અને સૌની વચ્ચે મિલેટ્સમાંથી બનતી વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોરબી ઘટક-૨ ના ખાખરાળા સેજાના અમરેલી આંગણવાડી કાર્યકર સોઢા વૈશાલીબાએ મિલેટ વાનગી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને સમગ્ર મોરબી જિલ્લાના આંગણવાડીનું ગૌરવ વધાર્યુ હતું વૈશાલીબા સોઢા મોરબી ઘટક-૨ સીડીપીઓ ભાવનાબેન ચારોલાના માર્ગદર્શન હેઠળ અને સુપરવાઇઝર અંજલીબેન વિરડાની દેખરેખ હેઠળ ઉત્કૃટ દેખાવ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો અને આગામી સમયમાં વૈશાલીબા સોઢા ગાંધીનગર ખાતે યોજાનાર વાનગી સ્પર્ધાની હરીફાઈમાં ભાગ લેવા માટે જશે તેવું જણાવ્યું હતું આમ મન હોય તો માળવે જવાઈ કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી બુલંદ હોંશીલા ઔર મન અડગ હોય તો શિખર પણ સર કરી શકાય તેમ જામનગર ખાતે યોજાયેલ ઝોન કક્ષાની મિલેટ વાનગી સ્પર્ધામાં ૧૨ જિલ્લાના સ્પર્ધકોને ટક્કર આપી મોરબી જિલ્લાના આંગણવાડી કાર્યકર વૈશાલીબા સોઢાએ સમગ્ર મોરબી જિલ્લા આંગણવાડી કાર્યકર બહેનોની સાથે આંગણવાડી કેન્દ્રોનુ ગૌરવ વધાર્યું હતું




