માળીયામિંયાણા પીઆઈ કે.કે.દરબાર આકરા પાણીએ બુટલેગરોમાં ફફડાટ
માળીયામિંયાણા પોલીસ એક્શન મોડમાં બુટલેગરો સામે કરાઈ લાલ આંખ જેમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સોને પાસા હેઠળ ધરપકડ કરીને ગુજરાતની જુદી જુદી જેલમાં ધકેલી દેવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે માળીયામિંયાણા પોલીસ મથકના પીઆઈ કે.કે.દરબારે પ્રોહીબીશન ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામીને બંન્ને વિરુદ્ધ પાસા દરખાસ્ત હેઠળ જેલમાં ધકેલવા પાસા તૈયાર કરીને મોરબી મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી સમક્ષ પાસા દરખાસ્ત રજૂ કરતા મોરબી મેજીસ્ટ્રેટે પાસા વોરંટ ઇસ્યુને મંજૂર કરતા પીઆઈ કે.કે.દરબારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે બંને શખ્સોની ધરપકડ કરી હતી જેમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ભાવેશભાઈ નાથાભાઈ પોલાભાઈ મોરી ઉ.વ.૨૭ રહે.દરેડા ગામ જામનગર અને લીલાભાઈ ટપુભાઈ રાજાભાઈ મોરી ઉ.વ.૨૦ રહે.દરેડ જામનગર વાળાને પાસા હેઠળ ડીટેઈન કરી સુરત મધ્યસ્થ જેલ અને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે




