માળીયા પીઆઈ કે.કે.દરબારની ટીમનો સપાટો બુટલેગરોમાં રીતસરનો ફફડાટ
માળીયામિંયાણા પોલીસે ત્રણ રસ્તા પાસે દેશી દારૂની ખેપ મારવા નિકળેલી સ્કોર્પિયો ગાડીને મુકીને ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે સ્કોર્પિયો ગાડી અને દેશી દારૂ સહીત ૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર સ્કોર્પિયો ચાલક આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે
માળીયા મીં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન માળીયા મીં ત્રણ રસ્તા રોડ પર પોલીસ સ્ટાફના સાથે વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન બાતમીના આધારે મહીન્દ્રા કંપનીની સ્કોર્પીયો કાર રજી નં. GJ-36-AR-7027 વાળી શંકાસ્પદ હાલતમાં નીકળતા જેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલક ભાગવાની કોશીષ કરતા કારનો પીછો કરી રોકી ચેક કરતા ગાડીમાથી દેશીદારૂ લીટર-૫૬૦ લીટર કિં.રૂ.૧,૧૨,૦૦૦/- તથા સ્કોર્પીયો કાર રજી નં. GJ-36-AR-7027 કિં.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૬,૧૨,૦૦/-નો મુદામાલ પકડી પાડી પ્રોહીબીશન હેઠળ ગુન્હા રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
> આરોપી :-
(૧) મહેન્દ્રા કંપનીની સ્કોર્પીયો કાર રજી નં. GJ-36-AR-7027 નો ચાલક (નાશી જનાર)
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) દેશીદારૂ લી-૫૬૦ કી.રૂ.૧,૧૨,૦૦૦/-
(૨) મહેન્દ્રા કંપનીની સ્કોર્પીયો કાર રજી નં. GJ-36-AR-7027 કી.३.૫,००,०००/-




