મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મણીમંદિર થી ગાંધીજીના સ્ટેચ્યુ ત્રિકોણ બાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી જેમાં મોરબી કલેક્ટર કે.બી. ઝવેરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ લીલી જંડી બતાવી મણીમંદિર થી પ્રસ્થાન કરાવી હતી. ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીના સુતરની આંટી પહેરાવી વિકાસ પદયાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકાસ ભારત પ્રતિજ્ઞા લીધી હતી.





