વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાઈ રહેલા કાર્યક્રમોના ભાગરૂપે વાંકાનેરમાં રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં સરકારી હોસ્પિટલ ખાતે સફાઈ કામદારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિકાસ સત્તાના ભાગરૂપે આયોજન કાર્યક્રમમાં વિવિધ સફાઈ કામદારોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને જરૂરી સારવાર કરવામાં આવી હતી તથા સર્વે મહાનુભાવો દ્વારા હોસ્પિટલના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.





