માળીયામિંયાણાના વેજલપર ગામે જુગાર રમતા ૧૧ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણા પોલીસે શિયાળાની જુગારીઓની જામી ગયેલી બાજી ઉપર ત્રાટકીને ૧૧ પ્રતાપ્રેમીઓને રૂ.૩૩,૩૦૦ની રોકડ સાથે દબોચ્યા

માળીયામિંયાણાના વેજલપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૧૧ શખ્સોને માળીયા પોલીસે દબોચી આગળની કાર્યવાહી કરેલ છે માળીયા પોલીસ મથકના પીઆઈ અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે વેજલપર ગામે આવેલ નવા પ્લોટમાં કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપના વડે પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે જગ્યાએ સફળ રેઇડ કરી કુલ ૧૧ જુગારીને દબોચી લીધા હતા જેમાં રાહુલ રામજીભાઈ ઝીંઝુવાડીયા મનસુખ કારૂભાઈ ઝીંઝુવાડીયા વિક્રમ સુંદરજીભાઈ સુરેલા ગૌતમ રમેશભાઈ દેગામા હિતેશ ગોવિંદભાઈ સાંતલપરા મનહર ખોડાભાઈ દેગામા વિજય ગીરધરભાઈ ઝીંઝુવાડીયા વિનોદ લાલજીભાઇ ઝીંઝુવાડીયા ધર્મેશ દશરથભાઈ ઝીંઝુવાડીયા હીતેશ ગણપતભાઇ ઝીંઝુવાડીયા ધનજી નાનજીભાઇ ઝીંઝુવાડીયા રહે.બધા વેજલપર તા.માળીયામિંયાણા તમામને રોકડ રકમ રૂ.૩૦,૩૦૦ સાથે દબોચીને જુગારધારા કલમ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW