Saturday, March 7, 2026

હળવદ સુસવાવ ગામની સીમમાં કેનાલ ઉપરથી ઈલેક્ટ્રીક મોટરની ચોરી કરનાર ગેંગને મોરબી એલસીબી ટીમે દબોચી

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી ટીમે અડધો ડઝન ચોર ટોળકીને રૂ.૪.૯૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો

Advertisement

હળવદ તાલુકા ના સુસવાવની ગોરાસરી નામે ઓળખાતી સીમમાં ધાંગધા બ્રાન્ચ નર્મદા કેનાલ ઉપર બનેલ છે

આ ગુન્હાઓની હકીકત એવી છે કે હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં ખેડુતો દ્વારા ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલ ઉપર અલગ અલગ જગ્યાઓએ અલગઅલગ હોર્સપાવરની ઇલેકટ્રીક મોટરો મુકેલ હોય જે મોટરો રાત્રીના સમયે કોઇ ચોર ઇસમોએ ચોરી કરી લઇ જતા બંન્ને ગુન્હાઓમાં મળી કુલ-૧૨ જેટલી ઇલેકટ્રીક મોટરો જેની ફુલ કિ.રૂ. ૨,૨૫,૦૦૦/- ની ચોરી થયેલ હોય જે ઇલેકટ્રીક મોટરો ચોરી અંગે હળવદ પોલીસ સ્ટેશન ખાતે બે અલગ અલગ ગુન્હાઓ રજીસ્ટર થયેલ જે બંન્ને ગુન્હાઓ વણશોધાયેલ હોય આ બંને ગુન્હાઓ શોધી કાઢી બંન્ને ગુન્હાના આરોપીઓ તથા મુદામાલ પકડી પાડવા માટે ગુન્હાઓની તપાસ એલ.સી.બી.મોરબીને સોંપવામાં આવેલ

આ કામે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓ તથા મુદામાલ શોધી કાઢવા બાબતે પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, તથા પોલીસ અધિક્ષક મોરબીની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર એમ.પી. પંડયા તથા એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડી પાડવા તથા મુદામાલ હસ્તગત કરવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આ બંન્ને મોટરચોરીના ગુન્હાઓને અંજામ આપનાર ઇસમો મોરબી માળીયા ફાટક સરકીટ હાઉસ સામે નશીબ સ્ક્રેપ નામના ભંગારના ડેલામા એક બોલેરો નંબર GJ37T 2550 વાળીમાં ઇલેક્ટ્રીક મોટરો(દેડકા)ને તોડી તેમાંથી નિકળેલ ત્રાંબાના વાયરનો ભંગાર તથા લોખંડ એલ્યુમિનીય, પીતળ, બીડ વિગેરે ગાડીમાં ભરી વેચવા જવા માટે પેરવી કરે છે જે હકીકત આધારે સદરહું જગ્યાએ તપાસ કરતા ઇલેકટ્રીક મોટરોની ચોરી કરનાર કુલ-૩ ઇસમો તથા તેઓએ વેચેલ માલલેનાર ભંગારના ડેલાવાળા કુલ-૩ ઇસમો મળી કુલ-૬ ઇસમો પાસેથી નીચે જણાવ્યા મુજબનો મુદામાલ રીકવર કરી હળવદ પો.સ્ટે. વિસ્તારમાં બનેલ ઇલેક્ટ્રીક મોટરચોરીના બે અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી બંને ગુન્હાનો સંપુર્ણ મુદામાલ રીકવર કરી આગળની કાર્યવાહિ હાથ ધરેલ છે.

> પકડાયેલ આરોપીઓના નામ સરનામા-

(૧)કરણભાઇ મોતીભાઇ ટોળીયા/ મોરબી-ર

(૨) રોહીતભાઇ મુનાભાઇ ઝંઝુવાડીયા રહે.મોરબી-૨

(૩) સાગરભાઇ મગનભાઇ પરમાર રહે.મોરબી-૨

ચોરીનો મુદામાલ રાખનાર આરોપીઓના નામ સરનામા

(૧)મંજુરહુસેન રહીમભાઇ ખુરેશી રહે. કબીર ટેકરી મોરબી

(૨) હરીલાલ સ/ઓ.વિરૂજી ગુર્જર રહે. મહેન્દ્રનગર તા.જી.મોરબી

(૩) જાવેદભાઇ અલારખાભાઇ સિપાઇ રહે. રાજકોટ

→ ગુન્હાની મોડસઓપરેન્ડી-

પકડાયેલ ત્રણેય આરોપીઓ પકડવાના બાકી છે તે બે આરોપીઓ સાથે મળી પ્રથમથી પ્લાન કરી બોલેરો પીકઅપ ગાડી સાથે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલ ઉપર ખેડુતો એ પોતાના પાકને પાણી પાવા માટે લગાડેલ ઇલેક્ટ્રીક મોટરો (ડેડકા)ની મોડી રાત્રીના સમયે ચોરી કરી આ તમામ મોટરો તોડી તેના અલગ અલગ પાર્ટસ અલગ અલગ ભંગારના વેપારીઓને વેચી નાંખી પોતાનો અંગત આર્થિક લાભ મેળવેલ છે.

કબ્જે કરેલ મુદામાલ :-

(૧) અલગ અલગ હોર્સ પાવરની ઇલેકટ્રીક મોટરો નંગ-૧૨ જેને તોડી જેના અલગ અલગ પાર્ટસ જેવા કે, મોટરના કોપરના આર્મીચર, બુસીંગ, વાલ, નટબોલ, એલ્યુમીનીયમના આર્મીયર, આર્મીયરની બોડીના સાઇડના બીડના પડીયા, પંપ, લોખંડના પાઇપ/વાંકીયાતથા મોટરોમાંથી નીકળેલ કોપર(તાંબાનો વાયર) વિગેરે મળી કુલ કિ.રૂ. ૧,૯૦,૦૦૦/-

(ર) મોટર ચોરી વહન કરવામાં ઉપયોગ કરેલ બોલેરો પીકઅપ ગાડીનંબર GJ37T 2550 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪,૯૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.

– મોરબી પોલીસનો પ્રજાજોગ સંદેશ

આથી મોરબી પોલીસ દ્વારા મોરબી જીલ્લાના તમામ નાગરીકો/ ખેડુતોને સંદેશ આપવામાં આવે છે. કે તમોએ તમારી વાડી/ખેતર કે નર્મદા કેનાલ ઉપર પાકને પાણી પાવા માટે લગાડેલ ઇલેકટ્રીક મોટરો જો રાત્રીના સમયે બંધ રહેતી હોય તો તેની સુરક્ષા માટે રાત્રીના સમયે દેખરેખ માટે કોઇ વ્યક્તિને રાખવા અને આવા વિસ્તારમાં મોડી રાત્રીના સમયે આવતા જતા શંકાસ્પદ વાહનો તથા માણસો અંગેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી જેથી આપની કિંમતી ઇલેક્ટ્રીક મોટરોની ચોરીઓ થતી અટકાવી શકાય

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW