પીજીવીસીએલ મોરબી દ્વારા ઊર્જા બચત માસ તેમજ ૮થી૧૩ ડિસેમ્બર સલામતી સપ્તાહ ની ઉજવણી કરાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડિસેમ્બર 2025 ને ઊર્જા બચત માસ તરીકે ઉજવી રહ્યું હોય જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ઊર્જા બચત ની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચત નો સંદેશ છેવાડા ના ગ્રાહકો સુધી પહોચાડવા તેમજ ઊર્જા બચત નો હેતુ સિદ્ધ કરવા ભારત સરકારશ્રી દ્વાર પી.એમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના ને ફળીભૂત કરવા તેમજ વધુ માં વધુ ગ્રાહકો સોલાર રૂફ ટોપ લગાવવા બાબતે અવગત થાય તેમજ ઊર્જા બચત અને ઊર્જા સરંક્ષણ ને ખરા અર્થ માં સિદ્ધ કરવા હેતુ, ગ્રામ્ય તાલુકા જિલ્લા મથકે બેનરો, પેમ્ફલેટ, ગ્રામસભા, સ્કૂલ સેમિનાર, શેરી નાટકો, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તા -08 ડિસેમ્બર થી 13 ડિસેમ્બર દરમિયાન સલામતી સપ્તાહ તરીકે ઊજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે ,અત્રેની કચેરી ના તાબા હેઠળ ની વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરી ખાતે અલગ અલગ જનજાગૃતિ ના અભિયાન/કાર્યક્રમ તેમજ લાઇન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ કોન્ટ્રાકટર ના માણસો ની જાગૃતિ માટે આયોજન કરેલ છે. જે અંતર્ગત અકસ્માત નિવારણ મોકડ્રિલ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ તેમજ વીજ સલામતી બાબતે જન જાગૃતિ કેળવવા માટે સલામતી ના સૂત્રો તેમજ વૃક્ષારોપણ, શાળા/કોલેજ ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ નું આયોજન કરેલ છે તેમજ તા-13.12.2025 નાં રોજ
પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી ની રેલીનું આયોજન કરેલ છે જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટ નું વિતરણ દ્વારા વીજ સલામતી બાબતે સામાન્ય જનતા ને અવગત થાય તે હેતુ અંગે નું આયોજન કરેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW