Sunday, March 8, 2026

વિદેશી દારૂ બોટલ નંગ-૧૦૬ કિ.રૂ.૧,૧૭,૩૪૨/- નો જથ્થો પકડી પાડતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી પો.ઇન્સ આર.એસ.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટાફ સાથે પેટ્રોલીગ મા હોય દરમ્યાન પો.હેડકોન્સ હિતેષભાઇ ચાવડા તથા પો.કોન્સ રવીભાઇ ચૌધરી નાઓને બાતમી હકિકત મળેલ કે પીન્ટુ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલા રહે-રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે મોરબી વાળો તેના કબ્જા ભોગવટા વાળા વાડામા ઈગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે.જે હકિકત આધારે રેઈડ કરતા વાડામાંથી આરોપી હાજર મળી આવતા તેમજ વાડામાથી ઇગ્લીશ દારૂ ની કુલ બોટલ નંગ-૧૦૬ જેની કુલ કી.રૂ,૧,૧૭,૩૪૨/- નો મુદામાલ સાથે હાજર મળી આવતા તેમજ માલ મોકલનાર હાજર નહી મળી આવતા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી –

(૧) પીંટુભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલા ઉ.વ.૨૯ રહે-રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે શનાળા મોરબી

(૨) દેવેન્દ્રસિંહ પ્રતાપસિંહ રહે-બિયાવર રાજસ્થાન (અટક કરવા પર બાકી)

કબ્જે કરેલ મુદામાલ –

(૧)બ્લેન્ડર પ્રાઇડ રીઝર્વ કલેક્સન વ્હિસ્કી ૭૫૦ એમ.એલની કાચની કંપની સીલપેક બોટલ નં-૧૦૬ કિ.રૂ.૧,૧૭,૩૪૨/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW