વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છ; એડવાન્સ્ડ સિરામિક્સમાં વ્યૂહાત્મક રોકાણની તકો…
ઉદ્યોગોની ચોક્કસ જરૂરિયાતને અનુરૂપ વિશિષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધા સાથે ઔદ્યોગિક વિકાસના આ નવા કેન્દ્રને મજબૂત અને સ્થાપિત ઔદ્યોગિક ઈકોસિસ્ટમનો સંપૂર્ણ લાભ મળશે; એસ્ટેટમાં કોમન ડિસ્પ્લે સેન્ટર, NABL-પ્રમાણિત પ્રયોગશાળા સાથેનું સેન્ટર ઑફ એક્સેલન્સ તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવા અને કાર્યબળની કુશળતા વધારવા માટે કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્થાપિત કરાશે…
તા. 11-12 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાનારી VGRC સ્થાનિક ઉદ્યોગ, ઉદ્યોગ અગ્રણીઓ તથા રોકાણ ભાગીદારો માટે સહયોગ અને વૃદ્ધિના નવા અવસરો સર્જશે…




