મોરબી તાલુકા પંચાયત સ્વ-ભંડોળ વર્ષ ૨૦૨૫-૨૬ની ગ્રાન્ટમાંથી તમામ તાલુકા પંચાયત સદસ્યોની સહમતીથી મોરબી તાલુકાની તમામ ગામની આંગણવાડી કેન્દ્રો માટે વાસણોની ખરીદી કરી આજ રોજ તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ તેમજ અન્ય પદાધિકારીઓની હાજરીમાં તે વાસણોનું વિતરણ કરવામાં આવેલ. જેમાં તાલુકા વિકાસ અધિકારી જયદીપભાઇ વણપરીયા,બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા,જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ જ્યોતિબેન રાઠોડ ઉપસ્થિત રહેલ ને પૂર્ણા સખી-સહસખીને પૂર્ણા યોજના અંગે વિશેષ માર્ગદર્શન આપી THR પૂર્ણા શક્તિ,IFA ટેબ્લેટની અગત્યતા અંગે સમજ આપેલ.
કાર્યક્રમના અધ્યક્ષ અશોકભાઇ દેસાઇએ આંગણવાડી કેન્દ્રના તમામ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપેલ વિકસિત ભારત માટે આંગણવાડી એ પ્રથમ પગથિયું હોય સાથે મળી ગુણવતાસભર કામગીરી કરવા માર્ગદર્શન આપેલ.
તમામ આંગણવાડી કેન્દ્રને વાસણની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ ICDS વિભાગ દ્વારા તાલુકા પંચાયતનો આભાર માનવામાં આવ્યો હતો





