Friday, March 6, 2026

મોરબી માનસર ગામની સીમમાં પ્લાસ્ટિકના તંબુમાં ધમધમતા જુગારધામ ઉપર મોરબી એલસીબી ત્રાટકી ૭ જુગારીયાઓ રૂ.૨૪.૦૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માનસર ગામની સીમમાં તંબુમાં ત્રાટકી પોલીસ શિયાળાની જામી ગયેલી જુગારીયાઓની બાજી પોલીસે વીખી નાખી નવ લાખ રોકડા બે કાર સહીત ૭ જુગારી પાસેથી ૨૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ખળભળાટ

Advertisement

મોરબી એલ.સી.બી.ને ખાનગીરાહે હકિકત મળેલ કે, મનસુખભાઈ બાબુભાઈ જીલરીયા રહે.નાની વાવડી ભક્તિ સોસાયટી તા.જી.મોરબીવાળો જે માનસર ગામની સીમ માનસર તથા નારણકાગામ જવાના જુનાકાચા માર્ગપર આવેલ પોતાના કબ્જા ભોગવટાવાળી વાડીની અંદર બનાવેલ પ્લાસ્ટીકના તંબુમાં બહારથી માણસો બોલાવી ગે.કા. રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.તેવી ચોકકસ હકીકત આધારે બે પંચો તથા પોલીસ અધિકારી/સ્ટાફના માણસો સાથે હકીકતવાળી જગ્યાએ વાડીની અંદર પ્લાસ્ટીકનો તંબુ બનાવેલ હોય જેમાં રેઇડ કરતા ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળે તંબુમાં ભોય તળીયે નીચે જણાવેલ નામવાળા સાત ઇસમો ગંજીપતાના પાનાવડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવતા તેઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા તળે ગુનો રજીસ્ટર કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે

– પકડાયેલ આરોપીના નામ સરનામા:-

(૧) મનસુખભાઈ બાબુભાઈ જીલરીયા/ રહે. નાનીવાવડી ભક્તિ સોસાયટી મોરબી

(૨) રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા/ રહે. મહેન્દ્રનગર સિદ્ધિવિનાયક ટાઉનશીપ મોરબી

(૩) માનસિંગભાઈ દેવાભાઈ સોમાણી/ રહે. વવાણીયા તાલુકો માળીયા જી મોરબી

(૪) ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા/ રહે. મહેન્દ્રનગર પ્રભુકૃપા રેસીડેન્સી જી.મોરબી

(૫) રાજેશભાઈ મકનભાઈ મહાલિયા/ રહે. વર્ષામેડી ગામ તાલુકો માળીયા જી.મોરબી

(5) વિવેકભાઇ વિનોદભાઈ ગોસ્વામી/ રહે.દહિસરા તાલુકો માળીયા જી.મોરબી

(૭) નયનભાઈ પરસોત્તમભાઈ સનિયારા/ રહે. પ્રભુકૃપા ટાઉનશિપ મહેન્દ્રનગર જી.મોરબી

> પકડાયેલ મુદામાલની વિગત

(૧) ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦

(૨) રોકડા રૂપિયા- ૯,૦૬,૫૦૦/-

(૩) વાહન સ્કોરપીયો રજી.નં-GJ3PA-6612 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-

(૪) વાહન ટાટા પંચ રજી. નં.-GJ36AL-3275 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૪,૦૬,૫૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW