મોરબી મહાનગરપાલિકા હદમાં વિશીપરા વિસ્તારમાં પીવાના પાણીની અનિયમિતતા તેમજ દુષિત પાણીની ફરિયાદ બહોળા પ્રમાણમાં આવતી હતી અને આ પીવાના પાણીની લાઈન જૂની જર્જરિત હાલતમાં હોય જે અંગે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિસ્તારનો વિગતવાર સર્વે કરાવીને તેના પ્રાથમિક DPR તૈયાર કરાવેલ અને સરકાર માંથી ૯.૩૬ કરોડની સૈધાંતિક મંજુરી મળેલ હતી.
વિશીપરામાં વિસ્તારમાં વસ્તી વધારાના કારણે પાછળના વિસ્તારોમાં પાણી પહોંચાળવામાં જરૂરિયાત કરતા વધારે કલાકો નો સમય લાગતો, કેટલીક જગ્યાએ પૂરતા પ્રેસર થી પાણી ન મળતું અને રહેવાસીઓને નિયમિત રીતે પાણી ન મળે તેવી અનેક ફરિયાદો પ્રાપ્ત થતી હતી. આ પરિસ્થિતિને સુધારવા તથા વિસ્તારમાં પાણી પુરવઠાની કાર્યક્ષમતા વધારવા આ મહત્ત્વપૂર્ણ યોજના અમલમાં મુકાઈ રહી છે.
યોજનાનો મુખ્ય હેતુ:
સમગ્ર વિશીપરા વિસ્તારમાં પૂરતા પ્રેશર સાથે અને સમાન પ્રમાણમાં પીવાનું પાણી પહોંચાડવું
વધતી વસ્તી અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન ઉદભવે તે માટે નેટવર્ક ઉભું કરવું.
જૂના DI/PVC પાઇપલાઇન નેટવર્કને સંપૂર્ણપણે બદલીને નવું જુદી જુદી વ્યાસની DI પાઇપલાઈન નું નેટવર્ક નાખવામાં આવશે.
પાણીના સ્ત્રોતથી ઘર સુધી લીકેજ ઘટાડીને કાર્યક્ષમતા વધારવી.
યોજનાની મુખ્ય વિશેષતાઓ:
વિશીપરા વિસ્તારમાં ટોટલ હાઉસહોલ્ડ્સ કનેક્શન (૨૦૨૧) : ૪૧૦૩
વર્ષ 2056 સુધી પુરતું અને સારી ક્વાલીટી વાળું પાણી મળી રહશે.
નવી નાખવામાં આવતી DI પાઈપલાઈન : ૩૫,૩૧૧ મીટર
વાલ્વ સીસ્ટમ સ્થાપિત કરવી.





