મોરબીના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કુલ પાસે જાહેર રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કુલ પાસે જાહેર રોડ પર આરોપી અજય ઉર્ફે કિશન રમેશભાઈ ગોહેલ રહે. રવાપર ગામ તા. મોરબી વાળાએ આરોપી રિયાજભાઈ હનીફભાઇ ચાનીયા તથા હાજીભાઈ મુસાભાઈ ખુરૈશી રહે બંને મોરબી વાળા પાસેથી ગેરકાયદેસર રીતે પોતાના એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-03-BM-5480 કિં રૂ.૨૦,૦૦૦ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૦- કિં રૂ.૯૬૦૦ તથા કુલ કિં રૂ.૨૯૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અજય ઉર્ફે કિશન રમેશભાઈ ગોહેલ રહે. રવાપર ગામ તા. મોરબી તથા હાજીભાઈ મુસાભાઈ ખુરૈશી રહે. કબીર ટેકરી મોરબી વાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ રિયાજભાઈ હનીફભાઇ ચાનીયા રહે કાલીકા પ્લોટ મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.