મોરબી જિલ્લાના ૫૩ કેન્દ્રો પર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા આગામી તા. ૩૧/૦૧/૨૦૨૬ ના રોજ યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.


