Sunday, February 2, 2025

છોટાઉદેપુર જિલ્લાના પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીને પોકેટકોપ એપ્લીકેશનની મદદથી મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે

Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધીકારી/કર્મચારીઓ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કારખાનામાં કામ કરતા બહારના મજુરોને ચેક કરવાની કામગીરીમાં હતા તે દરમ્યાન નીંચીમાંડલ ગામ પાસે આવેલ કેવલ ગ્રીનીટો નામના કારખાનામાં મજુરી કામ કરતા ઈસમ સુરમલભાઈ હજારીયાભાઈ રાઠવા (ભૈયડીયા) ઉવ-૨૪ રહે. ખેરવાડા તા.સોંઢવા જી.અલીરાજપુર (એમ.પી) હાલ. કેવલ ગ્રીનીટો નીંચીમાંડલ ગામની સીમ તા-જી મોરબી વાળાની પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા પોકેટકોપ એપ્લીકેશનમાં આરોપી સર્ચ કરતા પાવી જેતપર પોલીસ સ્ટેશનના આઈ.પી.સી ૨૨૪ મુજબના ગુન્હામાં સંડોવાયેલ હોવાનુ જણાતા પાવી જેતપર પોલીસ સ્ટેશનમાં આ બાબતે વેરીફાય કરતા આરોપી આઇપીસી કલમ ૨૨૪ મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી મજકૂર આરોપી ને સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઇ) મુજબ ધોરણસર અટક કરી આરોપીનો કબ્જો સંભાળવા પાવી જેતપર પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ કરેલ છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW