દેશભક્તિ અને લોકપ્રિય ગીતોથી મયૂરી પાટલીયાએ મોરબીવાસીઓનું મન જીતી લીધું
મોરબી ખાતે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રૂ. 1042.70 કરોડના વિવિધ વિકાસકાર્યોના ખાત મુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમ દરમિયાન મોરબીવાસીઓને જાણીતી અને પ્રતિભાશાળી ગાયિકા મયૂરી પાટલીયાના મધુર અને ભાવસભર ગીતો સાંભળવાનો સુવર્ણ અવસર મળ્યો હતો. મયૂરી પાટલીયાની સંગીત રજૂઆતથી સમગ્ર પંડાલમાં સંગીતમય માહોલ સર્જાયો હતો અને જનતામાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
મયૂરીના સંગીત વૃંદમાં મુખ્ય કલાકાર તરીકે શ્રી રૉકી (રફીક શેખ) હાજર રહ્યા હતા. અન્ય કલાકારોમાં શાજિદભાઈ ખ્યાર અને સાહિત્યકાર તેજસ પટેલ એ પોતાની રજૂઆતથી કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યો હતો.
વાદ્યવૃંદમાં મુખ્ય ભૂમિકામાં મોહસિન ઇશાકભાઈ લંગા (રાજા ખ્યાર) રહ્યા હતા. તેમની સાથે
લંગા સિરાજ – ઢોલ
લંગા યુનુસ ફકીરા – તબલા
ખ્યાર ફારુક – ઢોલક
વાલા રણજિત લક્ષ્મણભાઈ – કીબોર્ડ
આનંદ સિંધવ – ઑક્ટાપેડ
સબીર નિઝામખાન કવ્વાલ – બેન્જો
તીર્થ સુરેન્દ્રભાઈ વાગેલા – વાયોલિન
એ ઉત્તમ સંગીત સંયોજન રજૂ કર્યું હતું.
દેશભક્તિ અને લોકપ્રિય ગીતોની પ્રસ્તુતિથી મયૂરી પાટલીયાએ મોરબીની જનતાને સંગીતમય આનંદની અનુભૂતિ કરાવી હતી. મોટી સંખ્યામાં નાગરિકો, અધિકારીઓ અને આમંત્રિત મહેમાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મયૂરી પાટલીયાએ જણાવ્યું હતું કે,
“રાજ્ય સરકારના વિકાસ કાર્યક્રમમાં મોરબીની જનતા માટે ગાવાનો અવસર મળવો એ મારા માટે ગૌરવની વાત છે.”





