વાંકાનેર શહેરમાં ગઇ તા. ૧૦/૦૧/૨૦૨૬ના રોજ વિવિધ સોસાયટી વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટનાઓને વાંકાનેર સીટી પોલીસે સફળતાપૂર્વક ઉકેલી કાઢી છે. ફરીયાદીનાં રહેણાંક મકાનમાંથી સોનાચાંદીના દાગીના મળી રૂ. ૪૫,૦૦૦/- તથા સાક્ષીનાં મકાનમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી રૂ. ૧,૫૦,૦૦૦/- ની ચોરી થયેલ હોવા અંગે તા. ૧૧/૦૧/૨૦૨૬ના રોજ એ-પાર્ટ ગુ.ર.નં. ૦૦૩૬/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૦૫, ૩૩૧(૪) મુજબ ગુન્હો નોંધાયો હતો.
ગુન્હો ઉકેલવા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હાસ્થળ આસપાસના સીસીટીવી ફુટેજની તપાસ, ટેકનિકલ સોર્સ અને ટાવર ડમ્પના આધારે શંકાસ્પદ નંબરોની CDR વિશ્લેષણ કરવામાં આવ્યું. પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રભાઈ વાધડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા અને પો.કોન્સ. રાણીંગભાઈ ખવડ દ્વારા સંયુક્ત ખાનગી તપાસ દરમિયાન વડોદરા શહેરના બે આરોપી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી પાડવામાં આવ્યા.
સઘન પૂછપરછ દરમ્યાન આરોપીઓએ વડોદરાથી મોટરસાયકલ લઈને વાંકાનેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે બંધ મકાનોના તાળા તોડી સોનાચાંદીના દાગીના અને રોકડની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓ:
1. રાજાસિંઘ સતનામસિંઘ બાવરી/સિકલીકર, રહે. શંકરનગર, તુલસી હોટલ પાસે, પ્રતાપગંજ, સયાજીગંજ, વડોદરા શહેર
2. કુલદિપસિંઘ બીરસિંઘ ટાંક/સિકલીકર, ઉ.વ. ૨૭, રહે. સાકરદા ગામ, તા-જી. વડોદરા
3. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર
કબ્જે કરેલ મુદામાલ:
સોનાની લગડી આશરે ૦૭ તોલા, કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- (ગુણવત્તા આધારે)
રોકડા રૂપિયા રૂ. ૨૦,૦૦૦/-
કુલ મુદામાલ કિ.રૂ. ૧,૨૦,૦૦૦/-
આરોપીઓનો એમો (Modus Operandi):
આરોપીઓ રાત્રિના સમયે સોસાયટીઓમાં મોટરસાયકલ લઈને ફરી બંધ મકાનોના તાળા ડીસ્મીસ/લોખંડની સળીયા વડે તોડી મકાનમાં પ્રવેશી ચોરી કરતા હતા.
પકડાયેલા આરોપી કુલદિપસિંઘ ટાંક વિરુદ્ધ અગાઉ બોરસદ, આણંદ રૂરલ અને આંકલાવ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હા નોંધાયેલા છે. તેમજ રાજાસિંઘ બાવરી વિરુદ્ધ સાણંદ અને સયાજીગંજ પોલીસ સ્ટેશન, વડોદરા ખાતે ચોરીના ગુન્હા નોંધાયેલા છે.
વાંકાનેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





