​વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા ની સફળ રજૂઆત

વાંકાનેરથી મીતાણાને જોડતા મુખ્ય માર્ગ પર તીથવા બોર્ડ પાસે આસોઈ નદી પર આવેલા જર્જરિત કોઝવેના સ્થાને હવે મેજર બ્રિજ બનાવવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે ભારે વરસાદને કારણે આસોઈ નદી પરનો હયાત કોઝવે અને પીપળીયા રાજ ગામ પાસે સરવાણીયા વોકળા પરનો કોઝવે અત્યંત ખરાબ અને જોખમી બની ગયા હતા, જેના કારણે ચોમાસા દરમિયાન વાહન વ્યવહારમાં મોટી મુશ્કેલીઓ સર્જાતી હતી. આ બાબતે મોરબી જિલ્લા ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી અબ્દુલમજીદ કડીવાર, તાલુકા પંચાયત સદસ્ય અમીના બહેન હુસેનભાઈ શેરસિયા તથા સ્થાનિક આગેવાનો દ્વારા પણ આ અંગે સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા ને રજૂઆત કરવામાં આવી હતી.

​આ બાબતે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ અસરકારક રજૂઆત કરી હતી. તેમણે આ જર્જરિત કોઝવેના સ્થાને નવો મેજર બ્રિજ બનાવવાની સાથે વાલાસણથી મીતાણા સુધીના સિંગલ પટ્ટી રોડને ડબલ પટ્ટી રોડમાં ફેરવવાની પણ માંગ કરી હતી. આ ઉપરાંત ​રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી મળતા જ હાલ સ્થળ પર ડાયવર્ઝન સહિતની પ્રારંભિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પીપળીયા રાજના સરપંચ ઇલ્તુદિન દેકાવડિયાએ આ પ્રોજેક્ટને વધાવતા જણાવ્યું હતું કે, બ્રિજનું નિર્માણ પૂર્ણ થયા બાદ ભારે વરસાદમાં પણ વાહનવ્યવહાર સુચારુ રહેશે અને સ્થાનિક લોકોને સલામત તેમજ સુવિધાજનક માર્ગ ઉપલબ્ધ થશે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW