Friday, March 6, 2026

મોરબી: લાતી પ્લોટ નાકા પાસે બેટરી પાણીના પાર્સલની આડમાં દારૂનો જથ્થો પકડાયો ૧૨૪૮ બોટલ કબજે

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લાતી પ્લોટના નાકા પાસેથી વાહનની બેટરીના પાણીના પાર્સલની આડમા પરપ્રાંતીય ભારતીય બનાવટના વિદેશી દારૂ મંગાવતા વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૪૮ કિ.રૂ.૪,૦,૫૬૦૦/- તથા વાહન તથા અન્ય મુદામાલ મળી રૂ.૪,૫૭,૪૦૦/- નો જથ્થો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન બાતમી મળેલ કે વાપી થી મોરબી આવતી ખાનગી ટ્રાવેલ્સમાં બેટરીના પાણીની આડમાં પેકીંગ કરેલ પાર્સલના બોક્ષમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશીદારૂ મંગાવી તૌફીકભાઇ મહેબુબભાઇ બુખારી રહે. મોરબી શકિતચોક ખાટકીવાસ વાળો લાતીપ્લોટ શેરીનં.૬ ના નાકેથી પાર્સલ મેળવી લોડીંગ રીક્ષાનં.GJ-03-BX-5810 વાળીમાં લઇ જતો હોવાની બાતમીના આધારે રેઇડ કરતા લાતીપ્લોટ શેરીનં.૬ ના નાકેથી આરોપી મળી આવતા તેની રીક્ષામાથી પાર્સલ પેકીંગના દસ બોક્ષ પૈકી ત્રણ બોક્ષમાં બેટરીના પાણીની બોટલ નંગ-૧૮ તથા અન્ય સાત પૈકીંગ બોક્ષમાં ભારતીય બનાવટના વિદેશીદારૂ ની કુલ બોટલ નંગ-૧૨૪૮ જેની કુલ કી.રૂ.૪,૦,૫૬૦૦/- નો તથા બનાવટી ખોટુ બિલ તથા રીક્ષા મળી કુલ મુદામાલ રૂ.૪,૫૭,૪૦૦/- સાથે આરોપી તૌફિકભાઇ મહેબુબભાઇ હાજીસા બુખારી રહે ખાટકી વાસ મોરબીવાળો હાજર મળી આવતા તેમજ માલ મંગાવનાર આરોપી સાહીલ હનીફભાઇ પરમાર રહે રાજકોટવાળો હાજર નહી મળી આવતા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW