તારીખ:- 17/02/23 ને શુક્રવારે નવયુગ સંકુલના ધોરણ:- 7 થી 10 ના વિદ્યાર્થીઓનું વાર્ષિક ફંક્શનનું ધમાકેદાર આયોજન કરવામાં આવેલ જેમાં એવોર્ડ્સ, ગીફ્ટ, શિલ્ડ ઈનામ વિતરણ કરવામાં આવેલ. સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં રાષ્ટ્રભક્તિ, થીમ બેઝ કૃતિ અને અભિનય ગીત રજૂ કરવામાં આવેલ. આ ફંક્શન નિહાળવા બહોળી સંખ્યામાં વાલીશ્રીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા પ્રેરણા પુરી પાડવામાં આવેલ હતી.