મોરબી શહેરમાં મર્ડર કેસ સંદર્ભે તપાસ દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ LCB, SOG દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન
આરોપીના રહેણાંક મકાને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરના પિતાની હાજરીમાં તપાસ કરતા ઘરેથી પરપ્રાંતીય બિયર ટીનનો જથ્થો તથા અન્ય સામાન મળી આવ્યો હતો.
કબ્જે કરેલ મુદામાલ:
બિયર ટીન નંગ-૨૨ કિ.રૂ.૩,૯૬૦/-
મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૫,૦૦૦/-
બુલેટ મો.સા. નંગ-૦૧ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-
જુદા જુદા દસ્તાવેજો
કુલ કિ.રૂ. ૧,૧૮,૯૬૦/- નો મુદામાલ કબ્જે કરાયો છે.
આ કેસમાં આરોપી તરીકે
૧) ભરતભાઇ ઉર્ફે બી.કે. કાળુભાઇ ગોગરા (ઉ.વ. ૪૩) રહે. યદુનંદન ગૌશાળા પાછળ, બોરીયાવાસ, લીલાપર રોડ, મોરબી
૨) રમજાન ઉર્ફે બાદશાહ ઓસમાણભાઇ મોવર (હાલ અટકથી ફરાર)
વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા માલ સપ્લાય કરનાર સામે પણ ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી પોલીસની સતર્ક કામગીરીથી વધુ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ પર લગામ કસાઈ છે.




