Saturday, March 14, 2026

મોરબી રફાળેશ્વર ગામ ની સીમ માંથી જુગાર રમતા ચાર ખેલીઓને ઝડપી લેતી તાલુકા પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં, કૈલાસ નળિયાના કારખાના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં, કૈલાસ નળિયાના કારખાના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મુકેશભાઇ મંગાભાઇ ઝાલા રહે. મચ્છોનગર, (રફાળેશ્વર), તા.જી.મોરબી, નરેશભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ લાલુકીયા રહે. રામકૃષ્ણનગર, મોરબી-૦૨, સંજયભાઇ કેશુભાઇ ઝંઝવાડીયા રહે. વીશીપરા, ગલ્સ સ્કુલ પાસે, મોરબી, રવિભાઇ દીનેશભાઇ નંદેસીરયા રહે. મકનસર તા.જી.મોરબી વાળાને રોકડ રકમ રૂ.૫૭,૪૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW